“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, ભરૂચ ખાતે તારીખ ૨૭.૦૯.૨૦૨૬.” Gujarati Rana Samaj International Matrimony. Aparnit Sammelan 27.09.2026
Views: 42 Read Time:4 Minute, 58 Second
“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, ભરૂચ ખાતે તારીખ ૨૭.૦૯.૨૦૨૬.”
નમસ્તે રાણા જ્ઞાતિ બંધુ,
આ સંમેલન રહેશે યુવકો અને યુવતિઓ તથા તેમના માતાપિતા વચ્ચે (૨૧ વર્ષથી વધુ). B 2 B ચેર ટોક / બેઠક ખુરશી. (ટાઈમ સ્લોટ: ૧૫ મિનિટ, ફક્ત ૧ વખત)
કૃપા કરીને નોંધ લો,…
ગુજરાત ના બધા શહેરો અને ગામડાઓમાંથી, અમે રાણા જ્ઞાતિ બંધુઓ અને દેશ વિદેશમાં રહેતા જ્ઞાતિ જનોનું સ્વાગત કરીએ છીએ.
બેઠકનો અંદાજિત ખર્ચ રૂ ૧૦૦ પ્રતિ વ્યક્તિ (ઉમેદવાર, પિતા, માતા, જ્ઞાતિબંધુ). (ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૧૦૦) રહેશે. અપર્ણિત સંમેલન ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે.
કૃપયા નોંધો.
આપણા B2B અપર્ણિત સંમેલનનો સમય અને સ્થળ 👇
તારીખ: ૨૭.૦૯.૨૦૨૬. સમય: બપોરે ૨.૩૦ થી ૪.૦૦ વાગ્યા સુધી.
સ્થળ:
“કોરોના હોટેલ, રેસ્ટોરન્ટ અને બેંકવેટ”.
સરનામું: ભરૂચ રેલ્વે સ્ટેશનની સામે, ભરૂચ. ગુજરાત, ભારત
(ભરૂચ રેલ્વે સ્ટેશનથી ૨૦૦ મીટર દૂર).
“Corona, Hotel, Restaurant & Banquet”.
Address: Opposite Bharuch Railway Station, Bharuch.
(200 Mtrs from Bharuch Railway Station).
આભાર .
ગુગલ નકશો નીચે મુજબ છે 👇
https://maps.app.goo.gl/W52ahpr6y5iXTp8Z7?g_st=aw
કૃપા કરીને નોંધ લો,
- ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુ (ભાઈ અને બહેન) જ સંમેલન માટે વિનંતી કરી શકે છે. (નોંધણી બંધ થવાની તારીખ: ૨૬.૦૯.૨૦૨૬. રાત્રે ૧૧ વાગ્યે.) આપેલ QR કોડ પર પ્રતિ વ્યક્તિ રૂ. ૧૦૦ ની ચુકવણી સ્વીકારવામાં આવશે.
- વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે. ઉમેદવારે પોતાનો બાયોડેટા આપવો પડશે. (નૉૅધ: બાયોડેટા વગર નોંધણી નહીં અને નોંધણી વગર પ્રવેશ નહીં).
- રસ ધરાવતા જ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો સ્વ ખર્ચે )
- જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
- સંમેલન દરમિયાન બધા જ્ઞાતિ બંધુઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
- હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
- લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા પ્રસારણ).
કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…
- ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
- વાહનો, ઘરેણાં અને સામાનની સુરક્ષાની જવાબદારી તમારી પોતાની રહેશે.
- મેચ-મેકિંગના સ્થળની મુલાકાત લેવાનો ખર્ચ અને જોખમ સહભાગીઓએ સ્વયં ઉઠાવવાના રહેશે.
- કૃપા કરીને નોંધ લેશો કે, હોલની કોઈપણ મિલકતને થતા નુકસાનની જવાબદારી મેચ-મેકિંગના સ્થળે આવનાર સહભાગીઓએ ઉઠાવવી પડી શકે છે.
આભાર.
નોંધણી માટે સંપર્ક કરશોજી 👇
અનિલકુમાર અશોકકુમાર રાણા.
વોટ્સએપ ફોન: +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪ (ફોન કરવાનો સમય: સવારે ૧૦.૦૦ થી સાંજે ૧૧.૦૦ IST).(91-9998015714). Calling Time: 10.00 to 23.00 IST)
- નોંધ: આ અપર્ણિત સંમેલનમાં, બધા ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓ સમાન છે, એટલે કે, કોઈ પણ વ્યક્તિ વિશેષ નથી.
